Quick Links 
ડિ.એમ.આઇ.સી. પ્રોજેક્ટ
 

દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર (ડીએમઆઈસી-DMIC)નું વિઝન

દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર (ડીએમઆઈસી-DMIC)નો ઉદ્દેશ,  સ્થાનિક વ્યાપાર સક્રિય  કરવો, વિદેશી રોકાણમાં વૃદ્ધિ કરવી અને ટકાઉ/કાયમી વિકાસ  સિદ્ધ કરવાના ઉદ્દેશથી   વૈશ્વિક સ્પર્ધાત્મક  વાતાવરણ અને  અતિઆધુનિક પૂર્વજરૂરી આધારમાળખા સહિત  મજબૂત  આર્થિક  આધાર સર્જવાનો છે. 

દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર(ડીએમઆઈસી-DMIC)ની કલ્પના, ઉત્પાદન અને સેવાના આધારના વિસ્તરણ ઉપર ભાર મૂકીને આંતરાષ્ટ્રીય  ધોરણો અનુસારના એક  મોડેલ ઇન્ડસ્ટ્રિયલ (આદર્શ ઔદ્યોગિક ) કોરીડોર તરીકે કરવામાં આવી છે અને વૈશ્વિક  ઉત્પાદન અને વ્યાપાર  કેન્દ્ર  તરીકે સેવા અને વિકાસના આધારરૂપ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર (ડીએમઆઈસી-DMIC) વિકસાવવાની છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર DELHI-MUMBAI INDUSTRIAL CORRIDOR (DMIC)

·        દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર:  ડીએફસી(Dedicated Freight Corridor-DFC)ની બન્ને  બાજુ  ૧૫૦ કિ.મિના અંતર સુધી ભારે/સઘન  અસરકારકતા ધરાવતો (હાઈ ઇમ્પેક્ટ) ઔદ્યોગિક વિસ્તાર

·        પ્રભાવિત વિસ્તાર : ૧૪ % વસતી અને  દેશની ૧૭ % વસતી

·        કુલ વસતી: ૧૭૩૦.૪ લાખ

·        કુલ કામદારો: ૬૮૦.૩૬ લાખ

·        પ્રભાવિત વિસ્તારમાંનાં ૬ રાજ્યના કુલ ૮૨ જિલ્લા.(મધ્ય પ્રદેશ સિવાય )

·        દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર સાથે ૨૫ ઔદ્યોગિક  કેન્દ્રોની દરખાસ્ત કરવામાં આવી છે.

 

ભારત સરકાર  દિલ્હી અને મુંબઈ વચ્ચે એક  મલ્ટી-મોડેલ ડીએફસી(Dedicated Freight Corridor-DFC)ની સ્થાપના કરી રહી છે. ડીએફસીની લંબાઈના કુલ ૧૪૮૩ કિ.મિ. પૈકી ૩૮ % લંબાઈ ગુજરાતમાં આવેલી છે. ડીએફસી(Dedicated Freight Corridor-DFC)ની બન્ને  બાજુ  ૧૫૦ કિ.મિનો વિસ્તાર  (DMIC) તરીકે વિકસાવવામાં આવશે.  તે ભારે/સઘન  અસરકારકતા ધરાવતો (હાઈ ઇમ્પેક્ટ) ઔદ્યોગિક વિસ્તાર બની રહેશે.

 

 

 

અસીમ તક:

વિશ્વ કક્ષાના આધારમાળખાના આધારે  ડીએમઆઈસી-DMICને વૈશ્વિક ઉત્પાદન અને  વ્યાપારી મથક તરીક  વિકસાવવામાં આવશે અને  નીતિવિષયક માળખાને મજબૂત  કરીને તેને દેશના  આર્થિક  પુનરુત્થાનનું વાહક (એન્જિન ફોર ઈકોનોમિક રિસર્જંન્સ ઓફ  ધી કન્ટ્રી) બનાવવામાં આવશે.

ડીએમઆઈસી-DMIC પરિયોજનાઓનાં ધ્યેયો:

·        પાંચ વર્ષમાં  રોજગારીની તકો બમણી કરવી(૧૪.૮૭ સીએજીઆર)

·        પાંચ વર્ષમાં  ત્રણ ગણું  ઔદ્યોગિક ઉત્પાદન હાંસલ કરવું (૨૪.૫૭ સીએજીઆર)

·        પાંચ વર્ષમાં  રાજ્યમાંથી ચારગણી નિકાસ કરવી (૩૧.૯૫ સીએજીઆર)

 

ડીએમઆઈસી-(DMIC): ગુજરાતમાં સૌથી  મહ્ત્ત્વનું સ્થાન બનશે  ધોલેરા સર (ધોલેરા -એસઆઈઆર)

 

 

ડીએમઆઈસી-(DMIC)માં  કુલ ૨૪ આયોજિત ઔદ્યોગિક કેન્દ્રો પૈકી, ગુજરાત સરકારે  ૬ કેન્દ્રો (બે રોકાણ  પ્રદેશો અને  ૪ ઔદ્યોગિક વિસ્તારો)ની  દરખાસ્ત કરી છે.

ગુજરાત સરકારે  વિકાસ માટે પસંદ કરેલું, ધોલેરા સર (ધોલેરા -એસઆઈઆર) આવું સૌ પ્રથમ કેન્દ્ર છે.

 

·        ગુજરાતના કુલ વિસ્તારના ૬૨ & વિસ્તારનો સમાવેશ

·        પ્રભાવિત વિસ્તારમાં ૨૬ જિલ્લા પૈકીના ૧૮ જિલ્લાનો સમાવેશ

·         ડીએમઆઈસી-(DMIC)નાં મુખ્ય નગરો: અમદાવાદ, વડોદરા, સુરત

·        કુલ રોકાણ પૈકી  ૧/૩ રોકાણ  ગુજરાતમાં  થશે.

·        અંદાજી રોજગાર ૮ લાખ

·         ગુજરાતનાં બંદરો  વિદેશી તેમજ અંતર્વર્તી બજારોને સેવા પૂરી પાડશે.

·          બંદરો, આઉદ્યોગિક કેન્દ્રો અને ડીએફસી વચ્ચે  વિશ્વ કક્ષાનું જોડાણ

·        ડીએફસીમાં ૬ લોજિસ્ટિક પાર્ક વિકસી રહ્યા છે. 

powered by (n)Code Solutions