Quick Links 
સ્ટેક હોલ્ડર્સ(હિતધારકો)
 

           ઝડપી નિર્ણયપ્રક્રિયા અને ઝડપી કામગીરી  સિદ્ધ કરવા માટે ત્રિસ્તરીય તંત્રની સ્થાપના    કરવામાં આવી છે.

૧) એસઆઈઆર,  એ સર્વોચ્ચ સત્તાતંત્ર(એપેક્સ ઓથોરિટી) છે.

૨) નોડલ એજન્સી -જીઆઈડીસી

૩) પ્રાદેશિક વિકાસ એજન્સી(આરડીએ)

૪) એસવીપી(વૈકલ્પિક )

 

 

 

 

 

૧) એસઆઈઆર- સર્વોચ્ચ સત્તાતંત્ર(એપેક્સ ઓથોરિટી) (જીઆઈડીબી)

         માનનીય મુખ્યમંત્રીશ્રીના  અધ્યક્ષસ્થાન હેઠળનું ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ બોર્ડ(જીઆઈડીબી-GIDB)એક સર્વોચ્ચ સત્તાતંત્ર(એપેક્સ  ઑથોરિટી)ની રચના કરવામાં આવશે. તેની કારોબારી સમિતિને યોજનાઓને મંજૂરી આપવી અને તેમાં સુધારાવધારા કરવાની  સત્તાઓ અને કામગીરી સોંપી શકશે અને સામાન્ય વિકાસ વિનિયમો  જેવી  કામગીરીઓ કોઈ પણ સમિતિને સોંપવામાં આવશે નહીં.

Ø પ્રાદેશિક વિકાસ સત્તાતંત્ર (રેજિયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટી-આરડીએ) દ્વારા સૂચિત એસઆઈઆરના  જમીન વપરાશ આયોજન, નગર આયોજન યોજના અને વિકાસ આયોજનને મંજૂરી આપવી.

Ø એસઆઈઆરના વિકાસ, સંચાલન, વિનિયમન, અને  વ્યવસ્થાપન માટેના વિનિયમો ઘડવા

Ø આરડીએ અને નોડલ એજન્સીએ  કરવાના કરારોને મંજૂરી આપવી.

Ø આરડીએ અથવા નોડલ એજન્સીએ  સૂચવેલા ઉપયોગ-ખર્ચ (યુઝર ચાર્જ)ના દરની  ખરાઈ કરવી અને તે નક્કી કરવા

Ø સંકળાયેલી એજન્સીઓને  જરૂરી સૂચનાઓ આપવી

 

      ) પ્રાદેશિક વિકાસ એજન્સી–આરડીએ

Ø  રાજ્ય સરકાર સૂચિત  દરેક એસઆઈઆર માટે એક પ્રાદેશિક વિકાસ એજન્સી(આરડીએ)ની રચના કરશે.

Ø   પ્રાદેશિક વિકાસ એજન્સી(આરડીએ)નિગમિત મંડળ બનશે.

Ø   પ્રાદેશિક વિકાસ એજન્સી(આરડીએ)માં એક અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મુખ્ય વહીવટી અધિકારી, ૧૧થી વધે નહીં એટલા સભ્યો ગુજરાત સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવશે. પ્રાદેશિક વિકાસ એજન્સી(આરડીએ)માં સરકારી  અને  અને બિન- સરકારી સભ્યો રહેશે.

 

પ્રાદેશિક વિકાસ એજન્સી(આરડીએ)ની સત્તાઓ અને કાર્યો:

     પ્રાદેશિક વિકાસ સત્તાતંત્ર (રિજિયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટી-આરડીએ) દ્વારા સૂચિત એસઆઈઆરના  જમીન વપરાશ આયોજન, નગર આયોજન યોજના અને વિકાસ આયોજન તૈયાર કરવાં.

Ø    એસઆઈઆરના વિકાસ, સંચાલન, વિનિયમન, અને  વ્યવસ્થાપન માટેના વિનિયમો ઘડવા

Ø પૂર્વજરૂરી માળખાં અને નાગરિક સુવિધાઓ ઊભી કરવી

Ø એકમ ધારકો, વિકાસકારો સાથે કરારો કરવા

Ø  ફી, વપરાશ ખર્ચની વસૂલાત કરવી

Ø વિકાસ પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવું

Ø અનધિકૃત બાંધકામ, પેશકદમી/દબાણ દૂર કરવાં

Ø  તમામ પ્રારંભિક કામ,  આયોજન અને નિયમન

૩) નોડલ એજન્સી

Ø રાજ્ય સરકાર  સૂચિત એસઆઈઆરમાં આધારમાળખા (ઇન્ફ્રાસ્ટ્ર્કચર) વિકાસના ઉદ્દેશ માટે કોઈ પણ સરકારી એજન્સીને પદનામિત કરશે.

Ø આ કંપની જીઆઈડીબીમાંની જોગવાઈ અનુસાર  ખાનગી ક્ષેત્રની સહભાગિતાથી આધારમાળખા(ઇન્ફ્રાસ્ટ્ર્કચર) પરિયોજનાને આમંત્રિત કરી શકશે.

Ø સરકારે અગાઉથી જ આવી કંપનીની રચના કરી છે.

Ø  આવી ઘણી કંપનીઓ, દા.ત. પીસીપીઆઈઆર માટે જીઆઈડીસી હોઈ શકે છે.

નોડલ એજન્સીની સત્તાઓ અને કાર્યો :

Ø  પરિયોજનાઓ ઘડવી અને તેની વિગતો તૈયાર કરવી

Ø  ટેકનો-કોમર્સિયલ અને સંભાવના અભ્યાસો તૈયાર કરાવવા

Ø પરિયોજના અને નાણાકીય માળખું બનાવવું

Ø એસઆઈઆર માટેનું  વૈશ્વિક બજાર ઊભું કરવું

Ø બજારમાંથી નાણાં ઊભાં કરવાં

Ø જાહેર ખાનગી સહભાગિતાને પ્રોત્સાહન આપવું

Ø  વિકાસકાર સાથે  કરારો કરવા

powered by (n)Code Solutions