Quick Links 
એસઆઈઆર એક્ટ, ૨૦૦૯
 

સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (એસઆઈઆર-સર ) એક્ટ, ૨૦૦૯

        રાજ્ય સરકારે  આ એસઆઈઆર-સર માટે એક કાનૂની માળખું ગુજરાત સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ  રિજિયન (એસઆઈઆર-સર ) એક્ટ, ૨૦૦૯ તૈયાર કર્યું છે. ૬ જાન્યુઆરી, ૨૦૦૯થી તે અમલમાં છે. તે વિશ્વના સૌથી ઝડપથી વૃદ્ધિ પામી  રહેલા દેશોના પગલે  આર્થિક પ્રવૃત્તિની વૈશ્વિક કક્ષાની ધરી-કેન્દ્રનું નિર્માણ  કરવા અંગેની   રાજ્ય સરકારની કટીબદ્ધતા પ્રતિબિંબિત કરે છે.

         આ એસઆઈઆર(સર) અધિનિયમમાં સાથે  સાથે  નીચે પ્રમાણેની બાબતોની પણ જોગવાઈ છે:

·        તે સરકારને  સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ  રિજિયન (એસઆઈઆર-સર )ની સ્થાપના કરવા, વિકસાવવા, સંચાલન કરવા, અને નિયમન કરવાની સત્તા આપે છે.  

·        રાજ્ય સરકારને ઈન્વેસ્ટમેન્ટ  રિજિયન અથવા ઇન્વેસ્ટમેન્ટ  રિજિયન જાહેર કરવા અને  તેને સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ  રિજિયન (એસઆઈઆર-સર ) તરીકે પદનામિત કરવાની સત્તા આપે છે.

·        ઈન્વેસ્ટમેન્ટ  રિજિયન ક્ષેત્રફળ ૧૦૦ ચો.કિ.મિ અને ઇન્વેસ્ટમેન્ટ  રિજિયનનું ક્ષેત્રફળ ૫૦ ચો.કિ.મિ થી વધુ હશે.

·        સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ  રિજિયન (એસઆઈઆર-સર )ની સ્થાપના કરવા, વિકસાવવા, સંચાલન કરવા, અને નિયમન કરવા ચાર સ્તરીય  વહીવટી તંત્ર સ્થાપવામાં આવ્યું છે.

·         આ વહીવટી તંત્રમાં  સર્વોચ્ચ સત્તાતંત્ર(એપેક્સ ઓથોરિટી(જીઆઈડીબી), દરેક એસઆઈઆર માટે એક પ્રાદેશિક વિકાસ સત્તાતંત્ર (રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી- આરડીએ), એક પરિયોજના  વિકાસ એજન્સી (પ્રોજેક્ટ ડેવલપમેન્ટ એજન્સી- પીડીએ) અને પરિયોજના-વિશિષ્ટ (SVPS)નું બનેલું હશે.

·        નીતિનિર્ધારણમાં સર્વોચ્ચ સત્તાતંત્ર(એપેક્સ ઓથોરિટી(જીઆઈડીબી)  સર્વોપરિ સત્તાતંત્ર રહેશે.

·        પ્રાદેશિક વિકાસ સત્તાતંત્ર (રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી- આરડીએ) વિકાસ અને  વિનિયમનના પ્રાથમિક  તબાકાના પ્રશ્નોનું નિવારણ કરશે.

·        પ્રાદેશિક વિકાસ સત્તાતંત્ર (રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી- આરડીએ) બાંધકામ, નિર્માણ, અને વિકાસ અંગેના તેના પોતાના  નિયમો અને વિનિયમો ઘડશે.

·        સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ  રિજિયન (એસઆઈઆર-સર)માં  સર્વોચ્ચ સત્તાતંત્ર (એપેક્સ ઓથોરિટી)  એકબારી પદ્ધતિ(સિંગલ વિંડો સિસ્ટમ) અને કોઈ પણ  આર્થિક પ્રવૃત્તિ અથવા સવલત સ્થાપવા માટેના પ્રથમ સંપર્કનું સ્થાન સંભાળશે.

·        રાજ્ય સરકારને  પરિયોજના વિકાસ એજન્સી (પીડીએ)સ્થાપવાની સત્તા આપશે.

·         સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ  કોરીડોર કંપની (જીઆઈસીસી)નામે આવી પરિયોજના વિકાસની એક કંપનીની  સ્થાપના કરી દીધી છે.

·        તેમાં આંતરિક વિવાદ નિવારણ તંત્ર માટે અસરકારક  ત્રિસ્તરીય તંત્રની રચના કરવામાં આવી કરવામાં આવી છે.

·        ગુજરાત ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર  ડેવલપમેન્ટ એક્ટ -૧૯૯૨ના આધારે  ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરમાં  ખાનગી ક્ષેત્રની સહભાગિતા માટે એક અસરકારક માળખાની જોગવાઈ કરવામાં આવી છે.

powered by (n)Code Solutions