Quick Links 
પરિયોજનાઓનો અમલ
 

પરિયોજનાઓનો અમલ  

ભારત સરકારે એક વિશિષ્ટ ઉદ્દેશના વાહક તરીકે DELHI-MUMBAI INDUSTRIAL CORRIDOR DEVELOPMENT CORPORATION (DMICDC)  એક સ્વતંત્ર નિગમ સ્થાપ્યું છે. જેની પાછળ ખાસ કરીને  ડીએમઆઈસી –(DMIC) પરિયોજના, નાણાં અને અમલના સંચાલન  અંગેની વિચારણા કરવામાં આવી છે. પૂર્ણ સમયના એક અધ્યક્ષ અને  સંચાલક મંડળના સભ્યો તથા  ભારત સરકારનું પ્રતિનિધિત્વ  કરતા સભ્યો તથા નાણાકીય સંસ્થાઓના સભ્યો આ નિગમમાં રહેશે.

આયોજન માટે સમગ્ર માર્ગદર્શન પૂરું પાડવા અને  જરૂરી મંજૂરીઓ આપવા માટે  કેન્દ્રિય નાણાં મંત્રીશ્રીની અધ્યક્ષતા હેઠળ, સંબંધિત  કેન્દ્રિય મંત્રીઓ અને  સંબંધિત રાજ્યના મુખ્યમંત્રીઓના   સભ્ય પદ ધરાવતું  એક ઊચ્ચ સત્તાતંત્ર  સ્થાપવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાની  પરિયોજનાઓ માટે અને  જરૂર જણાય ત્યારે રાજ્ય સરકારોને મદદ કરવા માટે ડીએમઆઈસીડીસી (DMICDC),  પરિયોજના  વિકાસની પ્રવૃત્તિઓ  હાથ ધરશે. ડીએમઆઈસીડીસી (DMICDC), રાજ્ય સરકારોને સંપૂર્ણ બાંયધરીના આધારે ભંડોળ ઊભું કરવામાં મદદ કરવા જવાબદાર રહેશે. નિગમિત સંસ્થા, ભારત સરકારના હિસ્સો ૪૯ % અને નાણાકીય સંસ્થાઓ અને અન્ય  પૂર્વજરિયાત સંગઠનોના બાકીના હિસ્સાનું બનેલું શેલ સ્ટ્રક્ચર ધરાવશે.

ડીએમઆઈસીડીસી (DMICDC),   વિશિષ્ટ પરિયોજના અને  ભારત સરકાર,જીઓજે અને નાણાંકીય સંસ્થાઓમાંથી પરિયોજના વિકાસ ભંડોળ-પીડીએફ  (PDF-Project Development Fund)  ઊભું કરવા માટેના કેન્દ્ર તરીકેના દ્વાર રૂપે પણ કામ કરશે. પરિયોજના વિકાસ ભંડોળ-પીડીએફ (PDF-Project Development Fund)  ખાસ કરીને  પરિયોજના વિકાસની પ્રવૃત્તિઓ(દા.ત.ડીપીઆર) હાથ ધરવા  ફરતા નિધિ તરીકે  ઉપયોગ કરવા વિચારવામાં આવ્યું છે અને તે સફળ બીડરો પાસેથી વસૂલ કરવામાં આવશે. વિવિધ પ્રારંભિક  પ્રવૃત્તિઓ માટે અવિરત ભંડોળની ઉપલભ્યતાની આ ભંડોળ ખાતરી આપશે.  સંબંધિત રાજ્યોના પદનામિતો અને  ડીફસી અમલકર્તા એજન્સીઓ, ડીએમઆઈસીડીસી (DMICDC)ના સંચાલક મંડળમાં ડાય્રેક્ટર તરીક  પ્રતિનિધિત્વ કરી શકશે.

ડીએમઆઈસી પરિયોજના માટે,  પરિયોજના એસપીવી (SPVs)ને આપેલી  કાં તો  નોડલ એજન્સી(અંદાજપત્રીય/વધારાની અંદાજપત્રીય જોગવાઈઓ) અથવા તો નિભાવક્ષમતા ગાળો/ લાંબા સમયની હળવી લોન મારફત  નાણાવ્યવસ્થા કરવાનું વિચારવામાં આવ્યું છે. ડીએમઆઈસીડીસી (DMICDC)  કેન્દ્ર સરકારની  સંપૂર્ણ બાંયધરીના આધારે  આ પ્રક્રિયાને સરળ બનાવશે. વધુમાં,  એસપીવી (SPVs) તેમના પોતાના સરવૈયા અથવા પરિયોજનાનાં સંસાધનો ઉપર  પણ નાણાં મેળવે શકશે.

powered by (n)Code Solutions