Quick Links 
રાજ્યની નીતિઓ:
 

   ગુજરાત સરકારે ૨૧મી સપ્ટેમ્બર ,૨૦૦૩ના રોજ વિકાસ માટે ભાવિ દિશાનિર્દેશ નક્કી કરીને ગુજરાત ઔદ્યોગિક નીતિ,૨૦૦૩ સર્વગ્રાહી  ઔદ્યોગિક નીતિ જાહેર કરી છે વધુમાં, નીચેની ક્ષેત્રીય નીતિઓ પણ છે:

ü ઔદ્યોગિક નીતિ,૨૦૦૯

ü એક્ઝિમ પૉલિસી, ૨૦૦૨-૦૭

ü પ્રવાસન નીતિ,૨૦૦૩

ü ખાણકામ નીતિ,૨૦૦૩

ü માહિતી પ્રૌદ્યોગિકી નીતિ(આઈટી પૉલિસી),

ü બંદર નીતિ

ü વીજ નીતિ

ü આર્કાઈવ્ઝ નીતિ

ü સેઝ પૉલિસી

ü સૂર્ય ઊર્જા નીતિ( સોલાર પાવર પૉલિસી)

 

    લઘુ, નાનાં અને મધ્યમ  ઉદ્યોગ સાહસવિકાસ અધિનિયમ (MSMED-Act એમએસએમઈડી એક્ટ )

ü જાહેરનામું

ü EM ફોર્મ

ü રાજ્ય કક્ષાની ઔદ્યોગિક સુગમતા પરિષદ(Industry Facilitation Council)ની રચના કરવામાં આવી છે.

 

૧. ઉદ્યોગ અને  ખાણ વિભાગે શ્રી. સી.જે. મોદી(સંયુક્ત સચિવ, નાણા વિભાગ, ગુજરાત સરકાર )ને જનરલ મેનેજર, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના સભ્ય તરીકે  નિયુક્ત કર્યા છે.

૨. ગુજરાત સરકાર આથી ગુજરાત રાજ્ય લઘુ અને નાનાં ઉદ્યોગસાહસ  સુગમતા  પરિષદનિયમો, ૨૦૦૭માં સુધારા કરવા વધુ નિયમો ઘડે છે.  

 

વિહંગાવલોકન

સૂચિત આર્થિક પ્રવૃત્તિ સમૂહના ઘટકો

ડીઆરઆઈએસ  ખાતે  સૂચિત આર્થિક પ્રવૃત્તિના ઘટકોમાં  ૨૦૪૦ સુધીમાં  લગભગ ૯૨૨૫ હેક્ટર જમીનના વિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે.  આ આર્થિક પ્રવૃત્તિ ઘટકથી   અંદાજે ૩,૪૨,૪૦૦૦  કામદારોને રોજગાર મળશેએવી અપેક્ષા છે.  આ ડીઆરઆઈએસમાં અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓને  હાથ ધરવાનું વિચારવામાં આવ્યું છે.

ડીએસઆઈઆરમાં સૂચિત રોકાણ ક્ષેત્રો:

v ભારે ઈજનેરી સાધનસામગ્રી (હેવી એન્જિનિયરિંગ)

v ઑટોમોબાઈલ્સ અને  ઑટોએન્સિલિઅરિઝ

v વીજાણુલક્ષી સાધનો(ઈલેક્ટ્રોનિકસ),  હાઈટેક ઈમર્જિંગ ટેક્નોલોજી/ હાઈ વેલ્યુ એડેડ ઇન્ડસ્ટ્રિઝ,

v હાઈટેક ઈમર્જિંગ ટેક્નોલોજી/ હાઈ વેલ્યુ એડ ઇંડસ્ટ્રિઝ

v ફાર્માસ્યુટિકલ્સ અને બાયો ટેક્નોલોજી

v ધાતુઓ અને  ધાતુવિષયક ઉત્પાદનો

v  સામાન્ય (જનરલ) ઉત્પાદનો

v કૃષિ અને ખોરાક પ્રક્રિયા(એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ)

v માહિતી પ્રૌદ્યોગિકી (આઈટી)અને આઈટીઈએસ

 

 

 

ભારે ઈજનેરી સાધનસામગ્રી (હેવી એન્જિનિયરિંગ)

     ડીએસઆરઆઈ  ખાતે  સૂચિત આર્થિક પ્રવૃત્તિના ઘટકોમાંના એક ભાગ તરીકે ભારે ઈજનેરી સાધનસામગ્રી (હેવી એન્જિનિયરિંગ) ઉદ્યોગ વિચારવામાં આવ્યો છે. તેમાં  ભારે વીજળીને (હેવી  ઈલેક્ટ્રિકલ) લગતી સાધનસામગ્રી જેવી કે  ટર્બાઈન્સ, વીજળી અને  વિતરણ ટ્રાન્સફોર્મર્સ(પાવર અને ડિસ્ટ્રિબ્યુશન ), જનરેટર્સ, હાઈ ટેન્શન  સર્કિટ બ્રેકર્સ, વગેરેનો સમાવેશ થાય છે.  આમાં  સિમેન્ટ, ખાંડ, ખાણકામ અને ધાતુ ઉદ્યોગ, બોઈલર્સ, પ્રિશિશન મશીન ટૂલ્સ, અને  માલસામગ્રીની હેરફેર કરવાની સાધનસામગ્રીનો સમાવેશ થાય છે. ડીએસઆરઆઈ  ખાતે   આર્થિક પ્રવૃત્તિના ઘટકોમાંના એક ભાગ તરીકે રેલવેના ડબ્બા, જે ભારે પરિવહન સાધનસામગ્રીની કક્ષામાં આવે છે તેનો પણ સમાએશ થાય છે.

 

v વીજાણુલક્ષી સાધનો(ઈલેક્ટ્રોનિકસ),  હાઈટેક ઈમર્જિંગ ટેક્નોલોજી/ હાઈ વેલ્યુ એડેડ ઇન્ડસ્ટ્રિઝ,

    ડીએસઆરઆઈ  ખાતે  સૂચિત આર્થિક પ્રવૃત્તિના ઘટકોમાં નૂતન યુગનાં ઉત્પાદનો ધરાવતાં ઉચ્ચ મૂલ્યનું નિર્માણ કરતાં વીજાણુલક્ષી સાધનો(ઈલેક્ટ્રોનિકસ),  હાઈટેક ઈમર્જિંગ ટેક્નોલોજી/ હાઈ વેલ્યુ એડેડ ઉત્પાદનો કરતા ઉદ્યોગોનો  સમાવેશ થાય છે.  તેમાં હાઈ એન્ડ  કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ,  કોમ્યુનિકેશન ઈલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રિયલ ઈલેક્ટ્રોનિક્સ અને ઑટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ સાધનસામગ્રીનો સમાવેશ થાય છે.  આ કક્ષા હેઠળના આર્થિક પ્રવૃત્તિ ઘટકમાં  વેફર ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલી પ્રૌદ્યોગિકીનો પણ સમાવેશ થાય છે. આ નૂતન યુગના સેક્ટરમાં  નેનો ટેક્નોલોજી, નવા પદાર્થો,અને ક્રાયોજીનિક્સ જેવી નવી  ઊભરી  રહેલી પ્રૌદ્યોગિકીના ઉદ્યોગો સ્થાપવાનું પણ સાંકળવામાં આવ્યું છે.

 

v ઑટોમોબાઈલ્સ અને  ઑટોએન્સિલિઅરિઝ

    ધોલેરાસર- ડીએસઆરઆઈમાં ઑટોમોબાઈલ્સ અને ઑટોએન્સિલિઅરિઝમાં ઑટોમોબાઈલ્સ  તેમજ ઑટોમોટિવ્ઝ ઘટકો/ભાગોના ઉત્પાદનના એકમો સ્થાપવાની  વિચારણા કરવામાં આવી છે.  

v ફાર્માસ્યુટિકલ્સ અને બાયો ટેક્નોલોજી

    ધોલેરાસર- ડીએસઆરઆઈમાં ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ સ્થાપવાનું વિચારવામાં આવ્યું છે, તેમાં કોન્ટ્રાક્ટ રિસર્ચ કંપનીઓ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર કંપનીઓ, બાયોટેક્નોલોજીની પેદાશોનું ઉત્પાદન કરતી કંપનીઓ, એપીઆઈઝ(APIS), આયુર્વેદિક ઉત્પાદનો, બાયો ફાર્માસ્યુટિકલ્સ અને ઇન્ટરમિડિયેટ્સ અને ફાઈન કેમિકલ્સ ઉદ્યોગનો સમા વેશ થાય છે.  આ ઉદ્યોગમાં ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રની વિશ્વ કક્ષાની સંસ્થાઓની સ્થાપના કરવાનો પણ સમાવેશ થાય છે.  આવી સંસ્થાઓ ડીએસઆરઆઈમાં તેમજ દેશના અન્ય ભાગોમાં આવેલી  કંપનીને લાભાન્વિત  કરી શકે એવી  અદ્યતન સંશોધન હાથ ધરી શકે  તેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. બાયોટેક્નોલોજી ઉદ્યોગમાં સંશોધન અને વિકાસ તેમજ  બાયોમેટ્રિક્સ અને કૃષિ, દરિયાઈ, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર,  ઔદ્યોગિક અને પર્યાવરણલક્ષી બાયોટેક્નોલોજીકલ  ઉદ્યોગ સહિત બાયોલોજીનાં વિવિધ ક્ષેત્રોને લગતી વાણિજ્યિક પેદાશો ઉપર  ધ્યાન કેન્દ્રિત  કરવામાં આવશે. ફાર્માસ્યુટિકલ્સ અને બાયોટેક્નોલોજીના ક્ષેત્રમાં અતિઆધુનિક સંશોધનો હાથ ધરતી સંશોધન અને વિકાસ  સંસ્થાઓની સ્થાપના કરવાનું વિચારવામાં આવ્યું છે.

 

v ધાતુઓ અને  ધાતુવિષયક ઉત્પાદનો

    ડીએસઆરઆઈમાં  ધાતુઓ અને  ધાતુવિષયક ઉત્પાદનોના ક્ષેત્રમાં, તેમની કાચી ધાતુઓમાંથી ધાતુઓના ઉત્પાદનની વિચારણા કરવામાં આવી નથી. કારણ કે ભારતમાં ધાતુના મૂળ ઉત્પાદકો ખાસ કરીને  ઉત્પાદકોને  નજીવા ખર્ચે  કાચી ધાતુઓ પૂરી પાડતી કેપ્ટિવ ખાણો  ધરાવે છે.વધુમાં,  આ કારખાનાં કાચા માલના પુરવઠાની હેરફેર માટેના ખર્ચ ઘટાડવા માટે ખાણોની ખૂબ જ  નજીકમાં આવેલાં હોય છે. આથી ભારતમાં પેદા થતી મૂળ ધાતુઓ વિશ્વમાં ખૂબ જ સ્પર્ધાત્મક વાજબી  ભાવે મળી રહે  છે. વળી, ગુજરાત મૂળ (બેસિક )ધાતુઓનો જથ્થો અવિરત પુરવઠો પૂરો પાડી શકે એટલું સમૃદ્ધ નથી. ભારત અથવા અન્ય દેશોમાં આવેલી ખાણોમાંથી  કાચી ધાતુઓના પરિવહનમાં ખૂબ જ લોજિસ્ટિક/ વાજબી ભાવની ખાતરી મળે છે.  આ દૃષ્ટિએ, ગુજરાતમાં ધાતુઓના ઉત્પાદનમાં ખર્ચ વધી જણાતાં તે નભાઉક્ષમ સાબિત થતો નથી.

    ડીએસઆરઆઈમાં  ધાતુઓ અને  ધાતુવિષયક ઉત્પાદનોના ઉદ્યોગમાં પોલાદ/સ્ટીલની ગૌણ પેદાશોનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગનો કાચો માલ આ ડીએસઆરઆઈની નજીકમાં આવેલા અલંગના વહાણ ભાંગવાના પાર્કમાંથી મેળવી શકાય છે. આ સૂચિત ઉદ્યોગમાં પાઈપ અને સ્ટીલ તથા એલ્યુમિનિયમનું ફર્નિચર  અને સ્ટીલના પુન:ઉપયોગ(ફરીથી પ્રક્રિયા કરેલું સ્ટીલ),  જેવી ધાતુઓના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે,   દહેજ ખાતેના દેશના સૌથી મોટા તાંબાના કારખાનામાંથી તાંબું પણ મેળવી શકાશે.

    આ ઉદ્યોગમાં લોખંડ અને સ્ટીલ/પોલાદ  જેવી ધાતુઓનાં, લોખંડની પાઈપો અને નળીઓ સ્ટીલના સળિયા-તાર, રોલ્ડ સ્ટીલ શેપ, કે એલ્યુમિનિયમની બનાવટો. એલ્યુમિનિયમની અન્ય બનાવટો, રોલ અને સળિયા, તાંબું ઑટોમોબાઈલ ફોર્જિંગ  વગેરે જેવાં ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે.  

v  સામાન્ય (જનરલ) ઉત્પાદનો

    મૂલ્ય શૃંખલામાં  ઉત્પાદન એકમોને સરળ સંચાલન માટે  તેમની ઉત્પાદન પ્રક્રિયામાં જરૂરી એવા અગ્રવર્તી અને અનુવર્તી ઉદ્યોગો ઉપરાંત, કેટલાક અન્ય ઉદ્યોગોમાંથી નિવેશો/પેદાશો/ઉત્પાદનોની જરૂર રહેશે.  તેમાં પેકેજિંગ, કચેરીના ઉપયોગની સાધનસામગ્રી,ઓજાર અને સાધનો (ટૂલ્સ)

વગેરે જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

    આ ઉદ્યોગો ડીએસઆઈઆરમાં ઉદ્યોગોની કક્ષામાં નીચેના અને અન્ય મહત્ત્વના ઉદ્યોગો ઉપર આધાર રાખતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. :

૧) પેકેજિંગ

૨) સિરામિક્સ

૩) ગ્લાસ (કાચ )

૪) કચેરીના ઉપયોગની સાધનસામગ્રી (ઑફિસ સપ્લાઈઝ)

૫) પ્લાસ્ટિક પ્રોડકટ

૬) ટેકનિક્લ ટેક્સ્ટાઈલ્સ

૭)  ઓજારો અને સાધનો(ટૂલ્સ)

૮) ઑફિસ ફર્નિચર

૯) બાથરૂમ ફિટીંગ્ઝ

૧૦) ભલામણ કરેલા આર્થિક  પ્રવૃત્તિ ઘટકમાં ન સમાવેલા પ્રકીર્ણ/પરચૂરણ ઉદ્યોગો )

     વધુમાં, ડીએસઆઈઆર  કેટલાંક પસંદગીનાં ઉદોગ-ક્ષેત્રોનું આશ્રય સ્થાનની ભૂમિકા ધારણ કરે એવું  વિચારવામાં આવ્યું છે. તેમ છતાં, ભવિષ્યમાં નવા ઉભરતા ઉત્પાદન ઉદ્યોગોને  મંજૂરી આપવાની જરૂર જણાય એવા પ્રસંગોમાં તો ડીએસઆઈઆરમાં ડીએસઆઈઆરની આર્થિક પ્રવૃત્તિઓના સંમિશ્રણમાં વિસ્તાર ફાળવેલો ન હોય તો તેને સામાન્ય ઉત્પાદન કક્ષા હેઠળ ડીએસઆઈઆરમાં તેનો આધાર સ્થાપવાની  આવા એકમોને પરવાનગી આપી શકાશે.  તેમ છતાં,  એક નિયમ નહીં પરંતુ  એક અપવાદ રહેવો જોઈએ.

 

v કૃષિ અને ખોરાક પ્રક્રિયા(એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ)

  ડીએસઆઈઆરમાં  વિચારેલા આ ઉદ્યોગમાં ડબ્બાબંધ(કેન્ડ) અને થીઝાવેલી વિશિષ્ટ વાનગીઓ, સૂકાવેલા અને ડિહાઈડ્રેડ (નિર્જલિત ) ફળો અને શાકભાજીઓ, અથાણાં અને સલાડનાં ડ્રેસિંગ, સહિતનાં જાળવી રાખેલાં ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગમાં  અલ્પાહાર/ફાસ્ટફૂડની બનાવટો/લોટ/ આટાનાં તૈયાર મિશ્રણો, અને ડફ (Dough )અને પાલતુ પ્રાણીઓના ખોરાકનો સમાવેશ થાય છે. પ્રવાહી દૂધ, માખણ, ચીઝ, પનીર, આઈસ્ક્રીમ  અને કેન્ડી, ચોકલેટ, ચ્યુઇંગ ગમ, સૂકામેવા આને બિયાં સહિતની કન્ફેક્શનરીની ચીજવસ્તુઓ  અને ડેરીની વિવિધ પેદાશો પણ  ડીએસઆઈઆરમાં  સ્થાપવા વિચારેલા આહાર પ્રક્રિયા પેટાક્ષેત્રમાં  સમાવિષ્ટ છે. મોલ્ટેડ બિયર, હળવાં પીણાં,  વિવિધ અર્કવાળાં પીણાં, તેમજ કેન્ડ /ફ્રોઝન  ફૂડ,  બટેટાં અને અન્ય ચિપ્સ/વેફર, મેકરોની, સ્પેઘેટી, અને પાસ્તા જેવી ફાસ્ટ્ફૂડની મૂળસામગ્રી જેવા અન્ય આહાર પ્રકારોને પણ આ ડીએસઆઈઆરમાં સ્થાન આપવામાં આવ્યું છે.

 

v માહિતી પ્રૌદ્યોગિકી (આઈટી)અને આઈટીઈએસ

    ડીએસઆઈઆર ખાતેના આ ઉધોગમાં હવાઈ (એવિએશન) સેવાઓ, બીપીઓ/કેપીઓ, આઈટી  કન્સલ્ટિંગ, ઈલેટ્રોનિક્સ ડિઝાઈન સર્વિસિઝ, મેડિકલ    ટ્રાન્સ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં  આ ઉદ્યોગના વિકાસ કરવાનું આયોજન કરવાનું વિચારી રહી છે.તેથી આ સેક્ટરમાં આર્થિક પ્રવૃત્તિઓના ઘટકમાં તેની હાજરી  મર્યાદિત રીતે જોવા મળે છે. તેમ છતાં, ડીએસઆઈઆરમાં આવેલા એકમોની જરૂરિયાતો જ નહીં પરંતુ ડીએસઆઈઆરની બહાર આવેલા તેમજ ભારતમાં પથરાયેલા ગ્રાહકો/ઘરાકોની વિવિધ જરૂરિયાતો સંતોષશે.

powered by (n)Code Solutions