Quick Links 
સ્થળની પશ્ચાદભૂ
 

 ધોલેરા, અમદાવાદ જિલ્લામાં ખંભાતના અખાતમાં આવેલું છે. ગ્રીનફિલ્ડ બંદર તરીકે મુકરર થયેલા ધોલેરાને,   ધોલેરા પોર્ટ લિમિટેડ (જે,કે ગ્રુપ અને અદાણી ગ્રુપ દ્વારા  સ્થાપિત ) દ્વારા ખાનગી ક્ષેત્રની સહભાગિતાથી વિકસાવવામાં આવશે.

ધોલેરા સમુદ્ર કિનારાની નજીક  આવેલું છે. તેની પૂર્વ બાજુ ખંભાતનો અખાત,  ઉત્તર દિશામાં બાવલિયરી ખાડી અને  દક્ષિણમાં સોનારિયા ખાડી- એમ ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલું છે.

 

ધોલેરાનું  સ્થાન

અમદાવાદની સમીપતાને કારણે  ધોલેરાને ધમધમતો ઉત્પાદન આધાર અને રોકાણ પાર્શ્વભૂમિ ધરાવતો મજબૂત  સ્થાનલક્ષી લાભ મળે છે.

આ પરિયોજના ૩૫,૦૦૦ હેકટરના વિસ્તારમાં  ફેલાયેલી છે. સૂચિત પ્રક્રિયા-વિસ્તાર ૧૪,૦૦૦ હેક્ટર  છે  અને બાકીનો બિન-પ્રક્રિયા વિસ્તાર છે.

ધોલેરા પોર્ટ મુખ્યત્વે તો સામાન્ય  માલસામાન, સૂકો જથ્થાબંધ માલસામાન, કન્ટેઈનર્સ, જહાજ ભાંગવાની પ્રવૃત્તિ અને રસાયણોની હેરફેર કરવાની સવલતો સાથે સંકળાયેલું છે.

 

 

ધોલેરા  વિશિષ્ટ રોકાણ વિસ્તાર(એસઆઈઆર -સ્પેશિયલ  ઇન્વેસ્ટમેન્ટ  રિજિયનસર)નું સ્થાન :

 વ્યૂહાત્મક  સ્થાન ધરાવતો ધોલેરા સ્પેશિયલ  ઇન્વેસ્ટમેન્ટ  રિજિયન: એસઆઈઆર સર, અમદાવાદ  ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ   રિજિયન  દક્ષિણ ગુજરાતના ડેડિકેટેડ  ફ્રેઈટ  કોરીડોરથી ૧૦૦  કિ.મિની અંદર આવેલો છે.

 

 

માર્ગ અને રેલ વે જોડાણ દર્શાવતો નકશો

 

 

 

 

 

 

જોડાણ :

રાષ્ટ્રીય ધોરીમાર્ગ -૮ ધોલેરા સ્પેશિયલ  ઇન્વેસ્ટમેન્ટ  રિજિયનને અમદાવાદ, ભાવનગર અને મુંબઈ સાથે જોડે છે.  ધોલેરા ખુદ પણ  રાષ્ટ્રીય ધોરીમાર્ગ -૮(આણંદ ) અને ૮-ક ( બગોદરા ) સહિત બગોદરા-ભાવનગર, બગોદરા- સુરેન્દ્ર્નગર, રાધનપુર કડીઓમાં વૃદ્ધિ કરતું  સારું જોડાણ ધરાવે છે.

Ø સુવર્ણ ચતુર્ભૂજના એક  ભાગ તરીકે ૫૦૦ કિ.મિ.ની લંબાઈનો મુંબઈ-અમદાવાદ-બગોદરા એક્સ્પ્રેસ વે આ પ્રદેશને જોડે છે.

Ø આ પ્રદેશને  વધુ સુગમ બનાવવા એક હવાઈમથક (એરપોર્ટ ) અને એક  બંદર બનાવવાની વિચારણા છે.

Ø બંદરના સ્થળને  જમીનમાર્ગથી અમદાવાદ સાથે આશરે ૧૧ કિ.મિ. દૂરના અમદાવાદ- ભાવનગર હાઈ વે સાથે જોડવાની દરખાસ્ત છે. આ બંદર સ્થળના વિકાસ માટે લગભગ ૨૦૫૭ હેકટર સરકારી જમીન ફાળવવામાં આવી હતી.

Ø ધોલેરા માટે રેલવેના જોડાણનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  જ્યારે  સૌથી નજદીકનું મીટર ગેજ જોડાણ  ભાવનગર (૩૪ કિ.મિ.) અને નજીકનું બ્રોડ ગેજ  જોડાણ તારાપુર(૧૦૩ કિ.મિ.) છે.

 

મહ્ત્ત્વનાં શહેરોથી ડીએસઆઈઆર-DSIRનું અંતર:

 

મહ્ત્ત્વનાં શહેરો

અંતર (કિ.મિ)

મુંબઈ

૫૧૬

દિલ્હી

૮૧૫

સુરત

૧૭૮

જામનગર

             ૩૧૩

રાજકોટ

૨૨૫

ગાંધીનગર

૦૨૮

 

ધોલેરા સુધીનું જમીન માર્ગ જોડાણ

 

 

 

 

 

 

 

ધોલેરા સુધીનું જમીન માર્ગ જોડાણ

 

 

 

 

 

powered by (n)Code Solutions