Quick Links 
અબાઉટ ગુજરાત
 

ગુજરાત એક વિહંગાવલોકન

સંસ્કૃતિ અને વારસો :

આ રાજ્યનું નામ- ગુજ્જર (ગુજ્જર રાષ્ટ્ર) ઉપરથી આવ્યું છે. ગુજ્જર એ એક પ્રાચીન જાતિ છે, જે  મહાભારતના કાળથી અસ્તિત્વ ધરાવતી હતી. બીજી એક માન્યતા પ્રમાણે ગુર્જિયા (પ્રાચીન સમયમાં સમયમાં તેનો ગુર્જિસ્તાન તરીકે ઉલ્લેખ થાય છે. ) અથવા આજના જ્યોર્જિયા દેશમાંથી આવેલી મધ્ય એશિયાઈ જાતિઓ  પૈકીની એક જાતિ  છે. ભારત દેશનું ગુજરાત  રાજ્ય ઘણો પ્રાચીન  ઈતિહાસ ધરાવે છે. ખંભાતના  અખાતના મથાળે આવેલી, ગુજરાતની  લોથલ નામની એક નગરી પ્રાગૈતિહાસિક  વ્યાપારી કેન્દ્રના અવશેષો/પુરાવા  ધરાવે છે પુરાતત્ત્વવિદો (જોન આર. હિનેલ્સ (અને અન્ય) એ હેન્ડ બૂક ઑફ એન્શિયન્ટ રિલિજિયસ કેમ્બ્રિજ યુનિવર્સલ પ્રેસ, યુ.એસ.એ.-૨૦૦૭માં ),પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિની વાયવ્ય દિશાનાં લક્ષણો દર્શાવે છે.

ઈ.સ. ૧૨૯૭ -૧૮૫૦

ઈ.સ. ૧૨૯૭ થી ૧૨૯૮માં દિલ્હીના સુલતાન  અલ્લાઉદ્દીન ખીલજીએ  અણહિલવારાનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સલ્તનત સાથે જોડી દીધું. ૧૪મી સદીના  અંતમાં તૈમુરે દિલ્હીને પરાસ્ત  કર્યા પછી સલ્તનત નબળી પડી અને ગુજરાતનો સુબો ઝફરખાન મુઝફ્ફર સ્વતંત્ર થયો. તેના પુત્ર સુલતાન અહમદ શાહે (શાસન કાળ ૧૪૧૧થી ૧૪૪૨ ) અમદાવાદને  પાટનગર જાહેર કર્યું . ગુજરાતના સૌથી મહત્ત્વના વેપારી બંદર તરીકે ખંભાતે  સ્થાન લીધું. ૧૫૭૬માં મોગલ શહેનશાહ અકબરે ગુજરાત પર વિજય  પ્રાપ્ત કરીને  મોગલ સામ્રાજ્યમાં તેને જોડી દીધું નહીં ત્યાં સુધી તે સ્વતંત્ર હતું.  મોગલ શાસન કાળ દરમિયાન  સુરત ભારતનું મુખ્ય  અને આગળ પડતું બંદર  રહ્યું.  અઢારમી સદીમાં મરાઠાઓએ ગુજરાતનો પશ્ચિમ અને  મધ્ય ભાગ જીતી લીધો ત્યાં સુધી તે મોગલ  સામ્રાજ્યનો ભાગ હતું.  પશ્ચિમ ગુજરાત(કાઠિયાવાડ અને કચ્છ) અસંખ્ય સ્થાનિક રજવાડાંમાં વહેચાઈ ગયું હતું.

૧૬૧૪-૧૯૪૭

 યુરોપી પ્રજામાંથી  ગુજરાતમાં સૌ પ્રથમ પ્રવેશનારી પોર્ટુગલની પ્રજા  હતી.  તેમણે  દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી સહિત ગુજરાતના  સાગર કાંઠે  કેટલાંક થાણાં સ્થાપ્યાં હતાં.  બ્રિટીશ ઈસ્ટ ઈંડિયા કંપનીએ ૧૬૧૪માં સુરતમાં એક કારખાનું નાખ્યું હતું.  સુરત બ્રિટીશ ઈસ્ટ ઈંડિયા કંપનીનું પ્રથમ થાણું હતું.  બ્રિટને  ૧૬૬૮માં પોર્ટુગલ પાસેથી મુંબઈ લીધા પછી  તે થાણું મુંબઈમાં સ્થળાંતર પામ્યું. બીજા એન્ગ્લો-મરાઠા યુદ્ધ દરમિયાન બ્રિટીશ ઈસ્ટ ઈંડિયા કંપનીએ  મરાઠાઓ પાસેથી તેનો મોટા ભાગનો કબજો લઈ લીધો હતો.  અને ઘણા સ્થાનિક રાજાઓ ખાસ કરીને  ભારતના ગવર્નર જનરલ સાથે પ્રત્યક્ષ  સંબંધ ધરાવતા હતા એવા વડોદરાના મરાઠા ગાયકવાડોએ  સ્થાનિક સ્વરાજ્ય જાળવી રાખવા માટે બ્રિટન સાથે  કરાર કરીને  બ્રિટનનું આધિપત્ય સ્વીકાર્યું હતું . આ અપવાદ સિવાય સમગ્ર ગુજરાત મુંબઈ પ્રોવિન્સના કબજા હેઠળ  મુકવામાં આવ્યું હતું. ૧૮૧૮ થી ૧૯૪૭  સુધી કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર તથા  પશ્ચિમ ગુજરાત  સહિતનું  ગુજરાત ઘણાં બધાં રજવાડાંમાં  વહેચાયેલું હતું. પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ એટલે કે અમદાવાદ, ભરુચ, ખેડા, પંચમહાલ અને સુરત   ઉપર બ્રિટનના અધિકારીઓનું પ્રત્યક્ષ શાસન હતું.

હિન્દ સ્વાતંત્ર આંદોલન

મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી,નરહરિ પરીખ, મહાદેવ દેસાઈ, મોહનલાલ પંડ્યા, ભુલાભાઈ દેસાઈ અને રમાશંકર વ્યાસ જેવા  નેતાઓ ગુજરાતે આપ્યા છે. એવી જ રીતે પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ- પાકિસ્તાનના રાષ્ટ્રપિતા  મહમ્મદ અલી ઝીણાનું મૂળ વતન  પણ ગુજરાત જ છે. ગુજરાત પ્રખ્યાત એવાં ઘણાં બધાં આંદોલનો માટેની ભૂમિ હોવાનું ગૌરવ ધરાવે છે.  ખેડા, બારડોલી, બોરસદના સત્યાગ્રહ અને મીઠાનો સત્યાગ્રહનો તેમાં સમાવેશ થાય છે.

સ્વાતંત્ર્યોત્તર ગુજરાત:

૧૯૪૭માં ભારતની આઝાદી અને ભાગલા પછી નવી ભારત સરકારે  ગુજરાતનાં જૂનાં રજવાડાંઓને  ત્રણ મોટા ભાગો એટલે કે ૧) જેમાં કાઠિયાવાડ ભૂશિર પરનાં જૂનાં રજવાડાંનો  વિસ્તાર, કચ્છનો સમાવેશ થાય છે એવો સૌરાષ્ટ્ર અને ૨) જેમાં મોટા ભાગના વડોદરા રાજ્ય સાથેના મુંબઈ પ્રોવિન્સના ભૂતપૂર્વ  બ્રિટીશ જિલ્લા અને ૩),  પશ્ચિમ ગુજરાતનાં રજવાડાંઓનો સમાવેશ થાય છે. ૧૯૫૬માં  કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના હૈદ્રાબાદને સમાવવા મુંબઈ રાજ્યનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો.  નવા રાજ્યનો ઉત્તર ભાગ મોટા ભાગે  ગુજરાતીભાષી અને  દક્ષિણ ભાગ મરાઠીભાષી હતો.

મરાઠી રાષ્ટ્રવાદીઓએ કરેલી તેમના પોતાના રાજ્ય અંગેની ચળવળને કારણે  મુંબઈ રાજ્યના  ભાષાવાર બે ભાગલા થયા. ૧લી મે, ૧૯૬૦ના રોજ  ગુજરાત અને મહારાષ્ટ્રનાં નવાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. ૧૯૭૦માં  ગાંધીનગરને નવા પાટનગરનો દરજ્જો મળ્યો.

મેળા અને ઉત્સવો:

ગુજરાતમાં લગભગ ૩૫૦૦ મેળા થાય છે. તેથી  આ રાજ્ય મેળાઓ અને ઉત્સવોની ભૂમિ તરીકે જાણીતું છે.

આ મેળાઓ અને ઉત્સવો નીચે પ્રમાણે છે:

ભવનાથ મહાદેવનો મેળો(ફેબ્રુઆરી):

જૂનાગઢ શહેરની નજીકમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરમાં  આ મેળો યોજાય છે.  મહાશિવરાત્રિના તહેવારના દિવસોમાં  ફેબ્રુઆરીમાં  પાંચ દિવસ સુધી  આ મેળો ચાલે છે.  મહા મહિનાની વદ ૧૪ની મધ્યરાત્રિએ આ મંદિર ખાતે ભગવાન શિવજીની મહાપૂજા કરવામાં આવે છે. પૂજા શરૂ થાય ત્યારે   આ વિસ્તારની આસપાસ રહેતા નાગા બાવાઓ/સાધુઓ  હાથી, ઘોડા ઉપર સવારી કરીને ધ્વજા-પતાકા ફરકાવતા, શંખનાદ  કરતા મેળામાં આવે છે.  એવી માન્યતા છે કે   આ દિવસે  ભગવાન શિવજી ખુદ  આ ધામની  મુલાકાત લેવા પધારે છે. મેળાના આયોજકો  મેળામાં  આવતા તમામ ભાવિકો/શ્રદ્ધાળુઓને  વિના મૂલ્યે ભોજન કરાવે છે. અયોધ્યા અને મથુરા જેવાં દૂર દૂરનાં સ્થળોએથી આવતા વેપારીઓ વિશિષ્ટ દુકાનોમાં  મૂર્તિઓ, માળાઓ અને મણકાઓનું વેચાણ કરે છે. તાંબા-પિત્તળનાં વાસણો અને મીઠાઈઓ તથા ફળફૂલોની દુકાનો અને હાટ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ મંદિરની આજુબાજુ ઘણાં પ્રખ્યાત  અને પવિત્ર સ્થળો આવેલાં છે.

ડાંગ દરબાર (માર્ચ) :

ડાંગ જિલ્લામાં આહ્વા શહેરમાં અને મહત્ત્વ ધરાવતા હોળી પહેલાંના દિવસોમાં દર વર્ષે  ડાંગ દરબારનો વાર્ષિક મેળો યોજાય છે.  ડાંગ એ ગુજરાતના સૌથી  રળિયામણા  જિલ્લાઓ પૈકીનો એક  જિલ્લો છે. તે સાપુતારાની પર્વતમાળામાં  ઊંચાઈએ, આદિવાસીઓના મૂળ વતનમાં,  ગુજરાતના આદિવાસી  વિસ્તારમાં આવેલો છે. રાજાઓ અને આસપાસના નાયકો અહીં એકઠા થતા હતા ત્યારથી,  બ્રિટીશ સમયથી આ મેળો પ્રચલિત છે.  આજે તે જમાબંદી દરબાર  તરીકે ઓળખાય છે. જિલ્લા કલેક્ટર  તેનું આયોજન કરે છે. સમગ્ર વિસ્તારમાંથી ઝળહળતાં, ચમકતાં રંગીન વસ્ત્રોમાં હજારો આદિવાસી લોકો શરણાઈ સૂર અને ઢોલ ત્રાંસાના  તાલે નાચતા ગાતા અહીં ધસી આવે છે.  સમગ્ર ઉત્સવ દરમિયાન લોકો  લોકનૃત્ય, નાટકો અને લોકગીતોથી વાતવરણને જીવંત બનાવી દે છે.

ચિત્રવિચિત્ર મેળો(માર્ચ):

 ગુજરાતના સૌથી મોટા મેળા પૈકીનો આ એક મેળો છે. લગભગ ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ લોકોની ભીડ અહીં એકઠી થાય છે.  રાજસ્થાનની સરહદથી  તદ્દન  નજીક સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ગામમાં દર વર્ષે  આ ચિત્રવિચિત્ર મેળો ભરાય છે. હોળીના રંગોથી ભરપૂર તહેવાર પછી એક પખવાડિયા બાદ આ મેળાનું આયોજન થાય છે.  સાબરમતી, આકુળ અને વ્યાકૂળ  નદીઓના સંગમ સ્થાને  મંદિરનું પ્રતિબિંબ  મેળાની જગ્યાને શોભાવે છે. એવું માનવામાં આવે છે કે અહીં રહેતા શાંતનુ રાજાના બે પુત્રો; ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યના નામ પરથી આ મેળાનું નામ ચિત્રવિચિત્ર મેળો પડ્યું છે. કોઈ તપસ્વી ઋષિએ સૂચવેલા ઉપાયથી ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યને કોઈ શાપને કારણે  થયેલા કોઈ રોગમાંથી મુક્તિ મળી હતી. તેઓ  પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા ઈચ્છતા હતા ત્યારે તપસ્વીએ રાજાના આ બે પુત્રોને ત્રણ નદીઓના સંગમસ્થાને  આવેલું મંદિર શોધવાનું જણાવ્યું હતું. ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યને ફરતાં ફરતાં આ સ્થળ ધ્યાનમાં આવ્યું. અહીં સ્નાન કરવાથી તેમની મુક્તિ થઈ ત્યારથી આ સ્થાન આ નામે ઓળખાય છે. આથી, આદિવાસી લોકો  દર વર્ષે  આ નદીઓના સંગમ- સ્થાને મેળો યોજે છે.

 ચિત્રવિચિત્રના મેળામાં  આજુબાજુના જિલ્લાઓમાંથી  અસંખ્ય ભીલ લોકો હાજરી આપે છે. ગરાસિયા અને ભીલ આદિવાસીઓ  તેમનાં પરંપરાગત  રંગીન વસ્ત્રોમાં સજ્જ થતા હોય છે.  પુરુષોના પોષાકમાં  ભૂરું ખમીસ, ધોતી અને લાલ અથવા કેસરી પાઘડી હોય છે જ્યારે સ્ત્રીઓ  ૨૦ વારથી મોટી ઘેરવાળો ઘાઘરામાં, પગથી માથા સુધી રૂપાનાં ઘરેણાંથી શોભતી હોય  છે. તેઓ કુમકુમથી  ગાલ અને હોઠ રંગે છે.આંખોમાં કાજળ આંજે છે. મેળામાં આવતું દરેક જૂથ/મંડળી અસંખ્ય ઢોલના અવિરત ધબકારથી વાતાવરણને ગજવી મૂકે છે.  સ્ત્રીઓ લોકગીતો ગાય છે.બધાં નાચે છે. દરેક વ્યક્તિ થાકી ન જાય ત્યાં સુધી કલાકો સુધી નાચગાન અને ઢોલનો તાલ ચાલુ રહે છે. હજારો દુકાનો ખાણીપીણી છલકાતી અને જાતજાતની  મીઠાઈઓથી ભરચક હોય છે. ચાંદીનાં આભુષણો તેમજ ઘરવખરી ખરીદાય છે.  અન્ય મેળાઓની જેમ  આ મેળામાં પણ મોટાં ચકડોળ અને ફજિત ફાળકા હોય છે.  જે અવિરત ચાલતા હોય છે.

ધ્રાંગમેળો: (એપ્રિલ)

ભુજથી આશરે ૪૦ કિ.મિના અંતરે સંત દાદા મેકરણની સમાધિ આવેલી છે.  દાદા મેકરણ કરુણા અને પ્રેમથી સમાજની સેવા કરતા હતા. આને લીધે તેઓ લોકોનો આદર પામ્યા હતા.  તેમને લક્ષ્મણજીનો અવતાર માનવામાં આવે છે. માઘ વદમાં અહીં મેળો યોજાય છે.  તેમાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાંથી  મોટી સંખ્યામાં  દાદાન ભક્તો સમાધિનાં દર્શન અને  પૂજાપાઠ માટે આવે છે.

      ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો (સપ્ટેમ્બર- ઑક્ટોબર):

       રાજકોટથી ૭૫ કિ.મિ દૂર  આવેલા  તરણેતરના  નાના કસબામાં યોજાતો, ગુજરાતના વાર્ષિક મેળાઓમાં  અતિ જાણીતા મેળા પૈકીનો એક એવો પ્રખ્યાત ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો છે.  આ મેળો ભાદરવા મહિનાના પહેલા અઠવાડિયામાં  યોજાય છે.  મૂળ તો આ મેળો આજની આદિવાસી યુવા પેઢી તરણેતરમાં  યોગ્ય જીવનસાથી/ પાત્ર  શોધવા માટેનો ઉદ્દેશ પૂર્ણ કરે છે.  આદિવાસી યુવાનો રંગીન ધોતી, બંડી અને નયનાકર્ષક પાઘડીમાં સજ્જ થઈને  રંગબેરંગી વસ્ત્રોમાં શોભતી ગ્રામીણ કન્યાઓના ભરથાર તરીકે  વરાવા હાજર  થાય છે.   તમામ આદિવાસી મેળાઓની જેમ જ આ મેળામાં  આસપાસની આદિજાતિઓ ભાગ લે છે. તેઓ નાચગાન, સ્પર્ધાત્મક રમતો અને મનોરંજનની આવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. તેમાં ખાણીપીણી, નાસ્તા, ભરતગૂંથણની કલાકૃતિઓ દર્શાવતી/તેનું વેચાણ કરતી અને પશુમેળાની ૩૦૦થી વધુ  દુકાનો હોય છે.  સામાન્ય રીતે ભરતકામ કરેલી, મોટી રંગીન  છત્રીઓ  અને  તેમની વાળ ઓળવાની વિશિષ્ટ  પદ્ધતિથી કુંવારા પુરુષો ઓળખાય છે. આ મેળાનું પ્રતીક બની ગયેલી છત્રીઓ  આદિજાતિ યુવકો એક  વર્ષથી વધુ સમય લઈને ભરતકામ  કરીને તૈયાર કરતા હોય છે.

ત્રિનેત્ર ધારણ કરતા ભગવાન શિવજીના આ સદીના આરંભમાં બંધાયેલા મંદિરની આસપાસ આ મેળો  યોજાય છે.  અહીં એક કુંડ છે. અહીં એક એવી માન્યતા પ્રવર્તે છે કે  આ કુંડના પાણીમાં લગાવેલી એક ડૂબકી, પવિત્ર ગંગા નદીના જળમાં  લગાવેલી ડૂબકી  જેટલી જ પાવન છે. આ કુંડ પાપનાશુ તરીકે પણ  ઓળખાય છે.

તરણેતરના મેળામાં સૌથી ધ્યાનાકર્ષક બાબત તો રંગબેરંગી વસ્ત્રોમાં  શોભતાં હજારો લોકો –યુવાવર્ગ રાસ રમે છે તે છે. લોકો એક જ પંક્તિમાં  ઢોલના તાલે અને શરણાઈના સૂરે જોડિયા પાવાના તાને ગોળ ગોળ ઘૂમે છે, ઝૂમે છે .

વૌઠાનો મેળો (નવેમ્બર):

 સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થાને વૌઠા ખાતે  દર વર્ષે આ મેળો યોજાય છે.  ભારતના મોટા ભાગનાં મેળાનાં સ્થળોની જેમ આ સ્થાન પણ પૌરાણિક અને  વર્તમાન ધાર્મિક અનુસંધાન ધરાવે છે.   વૌઠાના મેળાનું  ક્ષેત્રફળ  ૩ ચોરસ માઈલ (૭.૮ કી.મિ.) જેટલું છે એવી દંતકથા છે કે  ભગવાન શિવજીના પુત્ર કાર્તિક સ્વામી અથવા કાર્તિકેયે  આ સ્થળની મુલાકાત લીધી હતી.  તેથી તે કાર્તિક પૂર્ણિમાના દિવસે   અહીં મેળો  યોજાય છે.આ સ્થળ  સપ્તસંગમ તરીકે પણ જાણીતું છે, જ્યાં સાત નદીઓનું મિલન થાય છે. અહીંનું સિદ્ધનાથ મહાદેવનું શિવમંદિર સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. આ મેળાની વિશિષ્ટ બાબત એ છે કે ગુજરાતમાં પશુઓના વ્યાપારનું  એક મોટું સ્થળ છે. પુષ્કર, રાજસ્થાનના પ્રખ્યાત ઊંટમેળા જેવું જ મહત્ત્વ ધરાવે છે.  જો કે અહીં મુખ્યત્વે ગર્દભ એટલે કે ગધેડાઓનો જ વેપાર થાય છે. સામાન્ય રીતે વણઝારાઓ દર વર્ષે લગભગ ૪૦૦૦ ગધેડાઓ  અહીં લાવે છે.  મેળામાં ભાગ લેતા લોકોમાં ખેડૂતો, ખેતમજૂરો અને કેટલીક અન્ય જાતિઓના લોકોનો સમાવેશ થાય છે.

શામળાજીનો મેળો: (નવેમ્બર )

કાર્તિક પૂર્ણિમાના મેળા તરીકે ઓળખાતો શામજીનો મેળો દર વર્ષે નવેમ્બરમાં  લગભગ બે અઠવાડિયા સુધી ચાલે છે.  આસપાસના અને રાજસ્થાનમાંથી આશરે ૨,૦૦,૦૦૦ લોકો  અહીં એકઠા થાય છે.  ગરાસિયા અને  અને ભીલ સહિત  વિવિધ કોમ અને સમુદાયના  શ્રદ્ધાળુઓ  આ મેળામાં જોવા મળે છે. શ્રદ્ધાળુઓ જૂથ/મંડળીઓમાં નાચતાગાતા અને ધજા/પતાકાઓ લહેરાવતા,  શામળાજીનાં દર્શન કરવા આવે છે. શામળાજીનું મંદિર  વૈષ્ણવ સંપ્રદાયનું  જગજાણીતું યાત્રાધામ છે. અહીં મંદિરમાં  વિષ્ણુ ભગવાન, ગદાધર અને  સાક્ષી ગોપાલ સહિત વિવિધ નામથી ઓળખાય છે. આ મેળો આ વિસ્તારના આદિવાસીઓ ખાસ કરીને ભીલ લોકોને કારણે પણ પ્રસિદ્ધ છે.  તેઓ શામળાજીની ભક્તિ કરે છે. અહીંના અધિપતિ ભગવાનને તેઓ કાળિયા ઠાકોર  તરીકે  પૂજે છે.  આ મંદિર ૧૧મી સદીની મધ્યમાં  બંધાયેલું હોઈને પુરાતાત્ત્વિક  દૃષ્ટિએ  ઘણું જ મહત્ત્વ ધરાવે છે.  મંદિરનાં દર્શન ઉપરાંત શ્રદ્ધાળુઓ/યાત્રાળુઓ  મેશ્વો નદીમાં સ્નાન કરવાનું પણ જરૂરી ગણે  છે.

શામળાજીનું મંદિર પ્રાચીન અને ભવ્ય વારસો ધરાવે છે. હજારો આદિવાસીઓ શામળાજીના મેળામાં  હાજરી આપે છે. ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભોજન સવલતો સાથીની યાત્ર/પ્રવાસનું પેકેજ આપે છે.

તહેવારો/ઉત્સવો:

 સમગ્ર દેશમાં ઉજવાતા ઉત્સવો ઉપરાંત ગુજરાત  કેટલાક વિશિષ્ટ  ઉત્સવો અને તહેવારો ઉજવે છે, જે નીચે પ્રમાણે છે.:

મકરસંક્રાંતિ/ઉત્તરાયણ :

       જાન્યુઆરીની મધ્યમાં મકરસંક્રાંતિ/ઉત્તરાયણનો તહેવાર આવે છે.  શિયાળામાં સૂર્ય મકર વૃત્તમાં પ્રવેશે છે ત્યારે મકરસંક્રાંતિ/ઉત્તરાયણ ઉજવાય છે.  લોકસંગીત સાથે ગીત સંગીત સહિત ધાબાંઓ ઉપરથી પતંગ ઉડાડીને આ તહેવાર મનાવવામાં આવે છે. અમદાવાદના લોકો મકરસંક્રાંતિની મજા માણવા શિયાળાની ઠંડી ઋતુ પછી સૂર્યના સ્વાગત માટે વહેલી સવારથી જ  રંગબેરંગી જાતજાતના, ભાત ભાતના નાનીમોટી અનેક જાતની પતંગ લઈને ધાબાંઓ ઉપર પહોંચી જાય છે. કાચ પાયેલા માંજાથી ભારતીય પતંગોના પેચ લગાવવામાં આવે છે. અન્યના પતંગની દોર કાપવામાં સફળ રહેનાર વિજેતા ગણાય છે. કોઈનો પતંગ કપાય ત્યારે ચારે બાજુ એ કાટા, એ કાટા નો શોર મચે છે.રાત્રે  પતંગની દોર સાથે ચાઈનીઝ ફાનસ/તુક્કલ જોડીને ખુલ્લા આકાશમાં ઊંચેને ઊંચે લહેરાવે છે.    લોકો આ દિવસે શેરડી, જામફળ અને બોર જેવાં તાજાં મોસમી ફળોનો આનંદ લે છે તો સાથે સાથે તલનું કચરિયું, તલસાંકળી, સિંગપાક  જેવી સ્થાનિક મીઠાઈઓ/વાનગી અને ગરમાગરમ તાજી જલેબી તથા સ્વાદિષ્ટ ઊંધિયાની લિજ્જત માણે છે.

 

 

 

 

 

નૃત્યોત્સવ મોઢેરા :(જાન્યુઆરી)

મોઢેરા ગામમાં નાની ટેકરી ઉપર  ૧૧મી સદીના સૂર્ય મંદિર્ના ભગ્નાવશેષો છે.  આ મંદિરની બાહ્ય દિવાલો પર  મનોહર શિલ્પાકૃતિનું  આવરણ છે. આ શિલ્પાકૃતિનો મુખ્ય વિષય સૂર્ય દેવ છે.  સૂર્યમંદિર ખાતે  ગુજરાત પ્રવાસન નિગમ ભારતીય શાસ્ત્રીય નૃત્યસંગીત આ કાર્યક્રમોનો વાર્ષિક મેળાવડો યોજે છે.   આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ, હાલની નૃત્યકળાને  તેના મૂળ વાતાવરણમાં પ્રસ્તુત કરવાનો છે.

કચ્છ ઉત્સવ(ફેબ્રુઆરી-માર્ચ ):

ભાદરવાની પૂર્ણિમા, વર્ષના ચાર મહત્ત્વના તહેવારો પૈકીનો એક તહેવાર છે. આ  દિવસે  ખેડૂતો અને કિસાનો અંબાજી માતાના ધામે આવે છે. અંબાજીના નામે ઓળખાતા આ સ્થાનમાં  પૂર્ણિમાના દિવસે એક ભવ્ય વિશાળ મેળો યોજાય છે.  રાત્રિના સમયે રાજ્યના એક વિશિષ્ટ લોકકલા પ્રકાર એવા ભવાઈની રંગત રેલાય છે. ભાવિકો શપ્તસતિ- માતાજીની ૭૦૦ શ્લોકની સ્તુતિનો પાઠ કરે છે. મંદિરમાં દેવીમાનાં દર્શન કરે છે. અંબાજી યાત્રાધામ ગુજરાતની દેવીઓનાં મુખ્ય સ્થાન પૈકીનું એક મહત્ત્વનું ધામ છે. તેનું ઉદ્ગમ હજુ પણ અજ્ઞાત છે.  અંબાજીનું મંદિર મૂળ શક્તિપીઠમાંનું એક ગણાય છે.  પુરાણો અનુસાર  શિવજીએ દેવી અંબાના શરીરને છેદીને  તેનાં વિવિધ અંગો જુદા જુદા સ્થળે  વેરી દીધાં હતાં ત્યારે  તેનું હૃદય  અહીં પડ્યું હતું. ત્રિકોણાકાર વિશ્વયંત્ર, મધ્યમાં અંકો અને શ્રીનું આલેખન  દેવીનું પ્રતીક માનવામાં આવે છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી, જે મંદિરની પ્રાચીનતા પુરવાર કરે છે.  મૂર્તિપૂજા  ત્યાર બાદ ઘણા સમયે  અસ્તિત્વમાં  આવી હતી.

કચ્છ મહોત્સવ:

કચ્છ મહોત્સવ ખાસ કરીને ફેબ્રુઆરીના અંતમાં  અને માર્ચની શરૂઆતમાં યોજવામાં આવે છે. ગુજરાતમાં કચ્છ વિસ્તાર ભવ્ય સમુદ્ર કિનારો, મંત્રમુગ્ધ કરે એવી વન્યપ્રાણીસૃષ્ટિ અને મનોહર રાજમહેલો અને રમણીય સ્મારકોથી સમૃદ્ધ છે.  ગુજરાત પ્રવાસન નિગમ ૬ દિવસનો કચ્છ-દર્શનનો   એક પ્રવાસ યોજે છે જેમાં કચ્છ મ્યુઝિયમ, માતાનો મઢ,નારાયણ સરોવર અને લખપતનો  સમાવેશ થાય છે.

ઐતિહાસિક સ્થળો:

ધોળાવીરા: અતિ આધુનિક જલાશય:

સિંધુ ખીણ સંસ્કૃતિના સમયનું લોથલ પ્રથમ ભારતીય બંદરના  પ્રાચીન અવશેષો ધરાવે છે.

પ્રાચીન નગર ધોળાવીરા સ્થાનિક રીતે કોટડા ટીંબા તરીકે જાણીતું છે. તે ભારતનાં અતિ મહત્ત્વનાં પુરાતાત્ત્વિક  સ્થળોમાંનું, સિંધુ ખીણ સંસ્કૃતિનું  એક સ્થળ છે. કચ્છ જિલ્લાના  ખદીર ટાપુ ઉપર આવેલું છે.  ચોમાસમાં આ ટાપુ  પાણીથી ઘેરાયેલો રહે છે. ઈ.સા. ૨૯૦૦થી ૨૧૦૦ વર્ષ પછી ધીમે ધીમે તે દટાતું ગયું અને ૧૦૦૦ વર્ષ  સુધી દટાયેલું રહ્યું. તેને ત્યજી દેવામાં આવ્યું હતું  અને ફરીથી તેનો કબજો  મેળવવામાં આવ્યો હતો. અંતમાં ગ્રામજનોએ તેનાં ખંડેરોમાં ૧૪૫૦ સુધી રહ્યા હતા.

-ગોળા ઢોરો:

 ઈ.સ. પૂર્વે ૨૫૦૦થી ૨૦૦૦ના સમયકાળનું  ગોળા ઢોરો બગસરા ગામની નજીક તાજેતરમાં શોધી કાઢવામાં આવ્યું હતું. છીપલાંની બંગડી,  તાંબું અને મણકા ત્યાંથી મળી  આવ્યાં હતાં.

મ્યુઝિયમ/સંગ્રહાલયો:

ભારતના અન્ય કોઈ પણ રાજ્યની તુલનામાં  ગુજરાતમાં  મ્યુઝિયમોની સંખ્યા વિશેષ છે.  આ તમામ મ્યુઝિયમો  મુખ્ય રાજ્ય મ્યુઝિયમ, મ્યુઝિયમ અને ચિત્રદીર્ઘા,(પ્રિન્સિપલ સ્ટેટ મ્યુઝિયમ, મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી )વડોદરા ખાતે આવેલા  તેના ખુદના મ્યુઝિયમ ખાતા દ્વારા ચલાવવામાં આવે છે. અન્ય મ્યુઝિયમો નીચે પ્રમાણે છે:

·         વડોદરા મ્યુઝિયમ અને મહારાજા ફતેહસિંહ રાવ  મ્યુઝિયમ

·        રાજકોટમાં વૉટસન મ્યુઝિયમ

·        ભાવનગરમાં ગાંધી મ્યુઝિયમ

·        અમદાવદમાં ગાંધી સ્મારક સંગ્રહાલય, પતંગ મ્યુઝ્યમ અને કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સ્ટાઈલ

powered by (n)Code Solutions