Quick Links 
જીઆઈડીબી – એક નોડલ એજન્સી
 

            માનનીય મુખ્યમંત્રીશ્રીના  અધ્યક્ષસ્થાને, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ બોર્ડ(જીઆઈડીબી-GIDB)એક સર્વોચ્ચ સત્તાતંત્ર(એપેક્સ  ઑથોરિટી)ની રચના કરવામાં આવશે. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ બોર્ડ(જીઆઈડીબી-GIDB) માનનીય એમઓએસ(ઉદ્યોગ)ના વડપણ હેઠળની  તેની કારોબારી સમિતિને આવી સત્તાઓ અને કામગીરી સોંપી શકશે. સર્વોચ્ચ સત્તાતંત્ર(એપેક્સ  ઑથોરિટી)ની મુખ્ય કામગીરીઓ:  વિકાસ આયોજનની મંજૂરી અને સુધારાવધારા, નગર આયોજન યોજના અને સામાન્ય વિકાસ વિનિયમો  જેવી  કામગીરીઓ કોઈ પણ સમિતિને સોંપવામાં આવશે નહીં.

        સર્વોચ્ચ સત્તાતંત્ર(એપેક્સ  ઑથોરિટી)ની સત્તાઓ અને કામગીરીઓ;

Ø પ્રાદેશિક વિકાસ સત્તાતંત્ર (રિજિયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટી-આરડીએ) દ્વારા સૂચિત એસઆઈઆરના  જમીન વપરાશ આયોજન, નગર આયોજન યોજના અને વિકાસ આયોજનને મંજૂરી આપવી.

Ø એસઆઈઆરના વિકાસ, સંચાલન, વિનિયમન, અને  વ્યવસ્થાપન માટેના વિનિયમો ઘડવા

Ø આરડીએ અને નોડલ એજન્સીએ  કરવાના કરારોને મંજૂરી આપવી.

Ø આરડીએ અથવા નોડલ એજન્સીએ  સૂચવેલા ઉપયોગ-ખર્ચ (યુઝર ચાર્જ)ના દરની  ખરાઈ કરવી અને તે નક્કી કરવા

Ø સંકળાયેલી એજન્સીઓને  જરૂરી સૂચનાઓ આપવી

powered by (n)Code Solutions